રાજકોટના ભગવતીપરા શેરી નંબર 15માં પ્રજાપતિની વાડીની બાજુમાં બંધ મકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. ક્રાઈમ બ્રાન્ચે સુરેન્દ્રનગરની વોરા સોસાયટીમાં રહેતા 20 વર્ષીય મયુર નવઘણ મકવાણાને ઝડપી પાડ્યો છે. જેની પાસેથી પોલીસે રૂ.1,46,349 ની રોકડ, રૂ.1 લાખની રિક્ષા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વ્હોટ્સએપ મેસેજમાં બોલાચાલી થતા યુવાનને પડોશી શખસે માર માર્યો રાજકોટના યુનિવર્સિટી રોડ પર કેરેલા પાર્ક નંદભુમિ વિંગ 2 માં બ્લોક નં 243 માં રહેતા હિનાબેન ધર્મેશભાઈ મેઘનાથી (ઉ.વ. 48) એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં તેનાં જ એપાર્ટમેન્ટમાં વિંગ 3 માં રહેતા રુદ્ર અશોકભાઈ સુરેજા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, પોતે 19 જૂનના બપોરે પોતાના ઘરે હતા ત્યારે રુદ્ર ત્યાં આવ્યો હતો અને ફરિયાદીના દીકરા મહર્ષિને વોટ્સએપમાં થયેલ બોલચાલી બાબતે મનદુ:ખ રાખી મોઢાના ભાગે ફડાકા મારી ગાળો આપી ટાંટીયા ભાંગી નાખવા તથા નીચે આવ તને જોઇ લઇશ એવી ધમકી આપી હતી. જેથી પોલીસે ફરિયાદ નથી તપાસ હાથ ધરી છે.