શહેરમાં નવા 150 ફૂટ રિંગ રોડ પર ઘંટેશ્વર નજીક બાઇકસવાર શખ્સે રસ્તામાં આંતરી સ્કોર્પિયોમાં ધસી આવેલા ચાર શખ્સએ ધસી આવી તું આડોડાઇથી કેમ બાઇક ચલાવે છે, કહી ઢીકાપાટુનો માર મારી તેની પાસે રૂ.20 હજાર સહિતના ડોક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટ ચલાવી નાસી ગયાની ફરિયાદ કરતાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ કરી હતી.
રૂડાનગરમાં રહેતા અજયસિંહ સુરેન્દ્રસિંહ ચૌહાણએ ફરિયાદ કરી હતી જેમાં આરોપી તરીકે ચાર અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે એડવોકેટ કમલભાઇના ડ્રાઇવર તરીકે નોકરી કરતો હોય જેથી તેને નડિયાદ જવાનું હોય સવારે કમલભાઇના ઘેર બાઇક લઇને જતો હોય નવા 150 ફૂટ રિંગ રોડ પર જતો હતો ત્યારે પાછળથી ધસી અાવેલા નંબર પ્લેટ વગરના કાળા સ્કોર્પિયોમા ચાર શખ્સએ તને બાઇક ચલાવતા નથી આવડતું કહી લાફા માર્યા હતા ત્યાર બાદ ઢીકાપાટુનો માર મારી તેની પાસેના રૂ.20 હજારની રોકડ ભરેલ થેલાની લૂંટ ચલાવી નાસી ગયાનું જણાવતા પીએસઆઇ ગઢવી સહિતે ગુનો નોંધી આરોપીની શોધખોળ કરી હતી.