મૂળ જેતપુરના ખોડપરા વિસ્તારમાં રહેતા અને હાલ રાજકોટમાં મોરબી રોડ પર રતનપર ગામે રૂમ રાખી મારવાડી યનિવર્સિટીમાં નોકરી કરતા ભૌતિક મહેન્દ્રભાઇ ગોહેલ (ઉ.વ.21)એ પોતાના રૂમે ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવ્યો છે. ભૌતિકે તેમના પિતાને ફોન કરી હું જીદંગીથી કંટાળી ગયો છું તેમ કહી ફોન કાપી ઝેરી દવા પી લીધી હતી. ભૌતિક બે ભાઇમાં નાનો હોવાનુ જાણવા મળ્યુ છે. હાલ પોલીસે ભૌતિકનું નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
મલબાર જવેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાએ રૂ.4.72 લાખનો સોનાનો ચેઇન ચોરી કર્યો રાજકોટના યાજ્ઞિક રોડ પર મલબાર જવેલર્સમાં મેનેજર તરીકે નોકરી કરતા વિજયભાઇ સંતોષભાઇ બુલચંદાણી (ઉ.વ.46)એ પોતાના શો રૂમમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાએ ખરીદીના બહાને 4.72 લાખનો સોનાનો ચેઇન 27 ગ્રામનો ચોરી કરી લઈ જતા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાની ઓળખ મેળવી તપાસ શરૂ કરી છે. ગઇ તા.23.01.2026ના રોજ સોનાના જુદા જુદા આભુષણો દાગીનાના સ્ટોક ગણતરી કરતા સ્ટોકમાં એક સોનાનો ચેઇન 27.59 ગ્રામનો 22 કેરેટ મળી આવ્યો ન હતો જેથી CCTV ફુટેજ જોતા તા.23.01.2026ના બપોરના 4.50 વાગ્યે એક અજાણી સ્ત્રી ડીસ્પ્લેય ટ્રેમાંથી સોનાનો ચેઇન ચોરી કરતી જોવામા આવી હતી. હાલ પોલીસે CCTV ફૂટેજના આધારે મહિલાની શોધખોળ હાથ ધરી છે.
વીજ તારને અડકી ગયેલા ડમ્પરમાંથી કરંટ લાગતા બાજુમાં ઉભેલા યુવકનું મોત કુવાડવા ગામમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની અર્જુનભાઈ ભૂરાલાલભાઈ બાબરીયા આજે વહેલી સવારના રામપર બેટી ગામ પાસેથી ડમ્પરમાં માટી ભરી રાજકોટ ખાલી કરવાં માટે આવતો હતો ત્યારે રામપર બેટી નજીક જ ડમ્પરના ટાયરમાં પંચર પડ્યું હતું જેથી તેને તેના શેઠને જાણ કરતાં અન્ય ડમ્પરમાં ટાયર આવ્યું હતું. જે ટાયર નીચે ઉતારવા ડમ્પરની ટ્રોલી ઊંચી કરતાં ટ્રોલી વિજ તારને અડી ગઈ હતી. ત્યારે બાજુમાં ઉભેલ અર્જુનનો હાથ ડમ્પર ટ્રોલીને અડતાં તેમને પણ વિજ શોક લાગ્યો હતો. અચાનક જ જોરદાર લાગેલ વીજશોકથી યુવાન ત્યાં જ બેભાન થઈ ઢળી પડ્યો હતો ઘટનાસ્થળે એકઠાં થયેલ લોકોએ તુરંત યુવાનને સારવારમાં કુવાડવા હોસ્પિટલ ખસેડ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા એરપોર્ટ પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતક ડ્રાઇવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું અને તેને 3 સંતાન હોવાનું સામે આવ્યું છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.