ગુજરાત રાજ્યના એમજીવીસીએલના પાઇલટ પ્રોજેક્ટ હેઠળ પંચમહાલના ગોધરા શહેરમાં ડિજિટલ સ્માર્ટ વીજમીટર લગાવવાની કાર્યવાહીનો પ્રારંભ કરાયો છે. ગોધરા શહેરમાં 4000 મીટર લાગી ચૂક્યાં છે. હાલ મીટરો લગાવવાની કામગીરી ચાલુ છે.
બદલાતા સમયમાં હવે એ સમય પણ દૂર નથી કે જ્યારે તમારે મોબાઈલ રિચાર્જની જેમ ઇલેક્ટ્રિક મીટર પણ રિચાર્જ કરાવવું પડશે. સ્માર્ટ મીટર ગુજરાતમાં પ્રથમ પંચમહાલના ગોધરામાં લગાવાની શરૂઆત થઈ ચૂકી છે. વીજળીના વધુ ઉપયોગને નિયંત્રણ કરવા તેમજ અન્ય સમસ્યાઓને નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા આ પહેલ શરૂ કરાઈ છે. સરકારે જે પ્રોજેક્ટને મંજૂરી આપતા રાજ્યમાં તેની અમલવારી શરૂ કરાઈ છે. જે અમલવારી શરૂ થતાં રાજ્યમાં કેટલાક વિસ્તારમાં હવે સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટર લગાવવાની શરૂઆત કરી દેવાઈ છે. જેમાં ગોધરા શહેરમાં સ્માર્ટમીટર લગાવાયાં છે.