દિવાળીના તહેવારો વીતે એ સાથે જ નૂતન વર્ષના પ્રારંભ બાદ વિધ વિધ ધાર્મિક સ્થાનોમાં અન્નકૂટ અને છપ્પનભોગ મનોરથના આયોજનો થતા હોય છે જેમાં વિશાળ સંખ્યામાં જોડાઇને ભાવિકો દર્શનનો લાભ લે છે. તાજેતરમાં ગોંડલના ભોજરાજપરા ખાતે આવેલી ગોવર્ધનનાથજી હવેલીએ 56 ભોગ મનોરથ અને અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે બહોળી સંખ્યામાં વૈષ્ણવો દર્શને આવ્યા હતા અને શાસ્ત્રી ગોપાલ અદા મુખ્યાજી દ્વારા સંગીતમય શૈલીમાં સત્સંગનું રસપાન કરાવવામાં આવ્યું હતું જેમાં શ્રધ્ધાળુઓ રસતરબોળ બન્યા હતા.