ગોંડલ હાઈવે પર ડમ્પરે ટ્રક અને કારને હડફેટે લીધા

ગોંડલ નેશનલ હાઈવે પર નવા માર્કેટિંગ યાર્ડના ગેટ પાસે આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સિક્સ લેનનું કામ કરતા કોન્ટ્રાક્ટરના ડમ્પરે એક ટ્રક અને કારને ટક્કર મારી હતી, જેમાં ડમ્પર ચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી.

આ ઘટનામાં વારાહ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના RJ19GK 5046 નંબરના ડમ્પરે GJ01KM 7607 નંબરની વેગનર કાર અને એક ટ્રકને હડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે વાહનોને મોટું નુકસાન થયું હતું.

અકસ્માતમાં ડમ્પર ચાલક તોમાંગસીગ મોહનલાલ જાટ (ઉંમર 55) ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *