ગોંડલ શહેર અને તાલુકામાં અલગ અલગ જગ્યાએ ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થઈ છે. બજારભાવ કરતાં ટેકાનો ભાવ વધુ હોવા છતાં ખેડૂતો ટેકાના ભાવે માલ વેચવામાં ખચકાય છે. ગોંડલ શહેર અને તાલુકામાં અલગ અલગ ચાર જેટલી જગ્યા ઉપર ટેકાના ભાવના ચણાની ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. ટેકાના 20 કિલો ચણાનો ભાવ રૂ.1130 થયો છે. ટોટલ કોથળામાં 50 કિલો ચણા ભરતી કરવામાં આવે છે. 700 ગ્રામ કોથળાનો વજન ગણવામાં આવે છે. ટોટલ વજન 50 કિલો 700 ગ્રામ વજન ગણવામાં આવે છે. જામવાડી જૂથ સેવા સહકારી મંડળી, ગોંડલ તાલુકા ખરીદ વેચાણ સંઘ, કોડીથડ જૂથ સેવા સહકારી મંડળી, પાટીદર જૂથ સેવા સહકારી મંડળી વગેરે જગ્યાએ ખરીદી ચાલુ થઈ છે. જામવાડી જૂથ સેવા સહકારી મંડળીમાં રોજ 100 ખેડૂત બોલાવવામાં આવે છે. જેમાંથી 40 થી 45 ખેડૂતો જ આવે છે. Apmc કરતા થોડો ભાવ વધારો છે. છતાં લોકો ટેકાના ભાવે વેચવા ઓછા આવે છે.
ખેડૂતો અને વેપારીઓને પૂછપરછ કરતા જાણવા મળી આવ્યું કે ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડમાં ચણાનું વેચાણ કરી ચૂક્યા છે કારણ કે થોડા સમય પહેલા એવી વાતો થઈ હતી કે સરકાર ટેકાના ભાવે ચણાની ખરીદી નહીં કરે તેને લઈને ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડમાં ચણા નું વેચાણ કરી ચૂક્યા છે જેમને લઈને હાલ ટેકાના ભાવે વેચાણ કરવા ઓછા ખેડૂતો જોવા મળે છે.