ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની રેકોર્ડબ્રેક ૧.૨૫ લાખ કટ્ટાની આવક નોંધાઇ હતી જ્યારે ચણાના ૭૦ હજાર કટ્ટા આવી પહોંચતાં જાણે યાર્ડ પરિસર ટૂંકુ પડ્યું હતું અને આ બન્ને જણસી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ન લાવવા ખેડૂતોને અપીલ કરવી પડી હતી.
ઘઉંની આવક શરૂ કરાતાં હાઈવે પર વાહનોની ૭ થી ૮ કિમી લાંબી લાઈનો લાગી હતી. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો ઘઉં લઈને આવ્યા હતા અને ખેડૂતોને ૪૭૦ થી ૭૦૦ સુધીના ભાવ મળ્યા હતા. જ્યારે સફેદ ચણાના ૧૦૦૦ થી ૧૯૦૦ સુધી અને દેશી ચણા ૯૦૦ થી ૧૦૫૦ સુધીના બજાર ભાવ મળ્યા હતા. હાલ માર્ચે એન્ડિંગ નજીક હોઇ, રજા આવી રહી હોવાથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી જણસી સ્વીકારાશે નહીં તેમ યાર્ડના સુત્રોએ જણાવ્યું હતુંં.