ગોંડલ બાર એસો.ની ચૂંટણીમાં સમરસ પેનલનો ભવ્ય વિજય

ગોંડલ બાર એસોસિએશનની વર્ષ 2025 માટે હોદ્દેદારોની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં સમરસ પેનલનો ભવ્ય વિજય થયો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સૂચના અને માર્ગદર્શન મુજબ ગોંડલ બાર એસોસિએશનની વર્ષ ૨૦૨૫ માટે હોદ્દેદારોની નિયુક્તિ કરવા માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં સમરસ પેનલના સભ્યોનો વિજય થયો હતો. વિજેતાઓને આગેવાનોએ આવકાર્યા હતા અને શુભેચ્છા આપી સ્વાગત સન્માન કર્યું હતું.

સવારે 10.30 વાગ્યે મતદાન ચાલુ થયું હતું અને બપોરે 3 કલાક સુધીમાં મતદાનના અંતે કુલ 273 વકીલોએ મતદાન કર્યું હતું. મતગણતરી હાથ ધરાતાં અંતે સમરસ પેનલના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. જેમને સભ્યોએ અભિનંદન આપ્યા હતા. જેમાં પ્રમુખ તરીકે સાવનભાઈ એન. પરમાર (146 મત) ઉપપ્રમુખ તરીકે મિતુલભાઈ ડી. રૈયાણી (195 મત) ઉપપ્રમુખ (૨) તરીકે અમુભાઈ બી. પરમાર (161 મત), જોઈન્ટ સેક્રેટરી તરીકે વિનયકુમાર બી. રાખોલિયા (219 મત) જોઈન્ટ સેક્રેટરી(૨) તરીકે પાર્થરાજસિંહ વાય. જાડેજા (195 મત) જાહેર થયા હતા.આમ સમરસ પેનલના તમામ ઉમેદવારોની ભવ્ય જીત થવા પામી હતી જ્યારે સેક્રેટરી તરીકે ગીરીશભાઈ સી. ધાબલિયા બિનહરીફ જાહેર થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *