ગોંડલ પાસેથી કારમાંથી રૂ. અઢી લાખનો દારૂ કબજે લેવામાં આવ્યો

ગોંડલ ગોંડલ તાલુકા પોલીસે શંકાસ્પદ કારનો પીછો કરી તેમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને કાર રેઢી મૂકીને નાસી ગયેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

રાજકોટ જિલ્લા એસપી હિમકરસીંહની સૂચનાને લઈને ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલા અને ગોંડલ તાલુકા પ્રોબેશન આઇપીએસ ડો.નવીન ચક્રવર્તીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ ગુંદાળા ગામે પહોંચતા એક સફેદ કલરની કાર શંકાસ્પદ લાગતા કાર ચાલકનો પીછો કરવામાં આવ્યો હતો અને કારની પાછળ પાછળ જતા જામકંડોરણા ગામ તરફ જઇ અનિડા, ડૈયા અને ત્રાકુડા તરફ જતા દેવાબાપાના મંદિર પાસે GJ03EL – 3959 નંબરની કાર રેઢી મૂકીને કાર ચાલક નાસી ગયો હતો અને કારનો દરવાજો ખુલ્લો હતો અને ચાવી કાર અંદર દેખાતા કાર અંદર ચેક કરતા કારની વચ્ચેની સીટમાં ડેકીમાં પાછળ ખાખી કલરના પુઠ્ઠાના બોક્સ ઈંગ્લીશ દારૂની પેટીઓ અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની 274 નંગ બોટલો કિં. 2,51,750/- અને કાર કિં.રૂ. 4,00,000/- સહિત કુલ 6,51,750નો મુદ્દામાલ ઝડપી લેવાયો હતો અને ફરાર કાર ચાલકને શોધવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા. પ્રોબેશન આઇપીએસ ડો.નવીન ચક્રવર્તી, એચસી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ વાળા, રવિરાજસિંહ વાળા, સંજયભાઈ મકવાણા અને રણજીતભાઈ ધાધલ સહિતના સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *