શહેર પંથકમાં સામાન્ય વરસાદ હોવા છતાં, ગોંડલ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને સૂરેશ્વર ચોકડીથી ઘોઘાવદર રોડ પર પણ મોટા મોટા ખાડાઓ થઈ જવા પામ્યો છે, જેના કારણે વાહનચાલકોને ભારે અસુવિધા થાય છે. રોડની નબળી સ્થિતિ વાહન સલામતી માટે જોખમ ઉભી કરી રહી છે અને વિલંબનું કારણ બની રહી છે. સત્તાવાળાઓએ હાઇવેની મરામત અને જાળવણી માટે પગલાં લેવા જરૂરી બની ગયા છે.
મુસાફરો માટે સરળ, સલામત મુસાફરીની ખાતરી કરવી, ખાસ કરીને ચોમાસાની ઋતુમાં, રસ્તાની હાલત વધુ બગડે તે પહેલાં સલામતી સુનિશ્ચિત કરવા માટે રસ્તાની જાળવણીને પ્રાથમિકતા આપવી જરૂરી છે. ગોંડલી નદી પરના રાજવી કાળના પુલ પર વાહનો ચલાવવા માટે કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકાયો હોય ટ્રક, એસટી બસ સહિતના મોટા વાહનોને સુરેશ્વર ચોકડીએથી ન જ પસાર થઈ ઘોઘાવદર રોડ પર જવું પડતું હોય છે, બિસ્માર રસ્તા વાહનોના ખાપિયા તોડ બની ગયા છે.
ગોંડલ તાલુકાના રાવણા ગામથી વાસાવડ જતો સિંગલ પટ્ટીનો માત્ર 4 કિમી નો રોડ પણ એટલી હદે ખરાબ છે કે લોકો વાસાવડ તરફ ખરીદી કરવા આવવાનુ પણ ટાળે છે, રોડ તો ખરાબ છે જ પણ રોડની બાજુમાં જે કાચી પટ્ટી પણ એના કરતાં પણ ભયાનક છે કે જો રાત ના અંધારામાં જો કોઈ ભુલથી પણ સાઈડમા ઉતરે તો લગભગ અકસ્માત સૌ ટકા સર્જાય જ. સાઈડ ભરવાનુ કામ કરનાર લોકોએ ખાલી બંને સાઈડોમા ટ્રેક્ટર થી ધુળના ઢગલા કરી દીધા છે. આવા રોડ રસ્તાને કારણે વાસાવડ ગામના ધંધા રોજગાર પર પણ માઠી અસર થાય છે. લોકો ખરીદી માટે આવવાનું જ ટાળી રહ્યા છે.