છેલ્લા એક સપ્તાહ દરમિયાન ગોંડલ તાલુકા વિસ્તારમાંથી અલગ અલગ 8 વ્યક્તિઓ તથા બાળકો ગુમ થયાની ફરિયાદ મળતા ગોંડલ તાલુકા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગુમ થયેલાઓને શોધી કાઢી તેના પરિવાર સાથે મીલન કરાવી ‘પોલીસ પ્રજાનો મીત્ર છે’ એ સુત્રને સાર્થક કરી બતાવ્યું હતું.
છેલ્લા એક સપ્તાહમા ગોંડલ તાલુકા વિસ્તારમાંથી 8 ગુમ થયેલા વ્યક્તિઓ તથા બાળકોની ફરિયાદ મળી હતી. ત્યારે પોલીસે 4 વ્યક્તિઓ અને 4 બાળકોને શોધવા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના PI જે.પી.રાવ, PSI આર.આર.સોલંકી, હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ સોલંકી, વિક્રમકુમાર સોલંકી, હરેશભાઇ વાઘેલા, ચંદનસિંહ પરમાર સહિતની ટીમે અલગ અલગ દિશાઓમાં ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સના આધારે તપાસ કરાવી તેમની શોધખોળ હાથ ધરી હતી.