ગોંડલ શહેરના જેલચોક વિસ્તારમાં આવેલા સિટી સિવિક સેન્ટર પાસેની ગંદકી અને દબાણની સમસ્યા દિવ્યભાસ્કર વેબમાં પ્રકાશિત થતાં નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે.
નગરપાલિકા તંત્રે બે દિવસથી સતત સ્થળ પરથી કચરો અને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે. સિવિક સેન્ટરની બાજુમાં PGVCLના પાવર સપ્લાયર નીચે ગેરકાયદેસર રીતે પતરાની કેબિનો ઊભી કરવામાં આવી હતી. આસપાસના વેપારીઓ અને રહીશો દ્વારા કચરો ફેંકવામાં આવતો હતો.
આ વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસ, સમાજવાડી અને વીમા કંપનીઓની ઓફિસો આવેલી છે. દરરોજ હજારો લોકોની અવરજવર ધરાવતા આ વિસ્તારમાં ગંદકીથી રોગચાળાનું જોખમ ઊભું થયું હતું.