ગોંડલ ચાલકે કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર કૂદી કાર સાથે અથડાઇ

ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર આવેલ શક્તિમાન કંપની પાસે ધસમસતી આવતી બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક કારના ચાલક શાપરથી ગોંડલ તરફ જતા સમયે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા હાઇવે પરનું ડિવાઈડર ઠેકી સામેથી આવતી કાર સાથે અથડાતા 2ના મોત નીપજયા હતા.

ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર રોજીંદા નાના મોટા અકસ્માતની વણઝાર જોવા મળે છે ત્યારે ગોંડલના ભરૂડી ગામ પાસે આવેલી શક્તિમાન કંપની પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં GJ01HW 5858 નંબરની કાર શાપરથી ગોંડલ તરફ જતી હતી અને GJ03MH 7803 નંબરની કાર ગોંડલ થી રાજકોટ તરફ જતી હતી જેમાં એક કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા હાઇવે પરનું ડિવાઈડર ઠેકી સામેથી આવતી કારમાં ધડાકાભેર અથડાતા આ કાર પલ્ટી મારી હતી અને કિરણભાઈ ખોડાભાઇ સિદપરા અને હસમુખભાઈ જગદીશભાઈ કિયાળા નામના વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. મૃતદેહને પી.એમ.અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતના બનાવ ને લઇને હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો ગોંડલ તાલુકા પોલીસ ના હેડ કોન્સ્ટેબલ જીતુભા વાળા અને રમેશભાઈ વાગડીયા સહિત ના સ્ટાફે અકસ્માત થયેલા વાહનને ક્રેન ની મદદ થી હટાવી હાઇવે પર નો ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ગોંડલ જતી કારના બંને મુસાફર કાળનો કોળિયો બની ગયાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *