ગોંડલમાં રાજવી ભગવતસિંહની 159મી જન્મજયંતીની રક્તદાન કેમ્પ થકી ઉજવણી

ગોંડલ ગોંડલના સ્વપ્નદ્રષ્ટા અને પ્રજાવત્સલ રાજવી મહારાજા ભગવતસિંહજી 159મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ભગવતસિંહની 159મી જન્મજયંતી નિમિત્તે કોલેજ ચોક પાસે આવેલ ભગવતસિંહ ગાર્ડન ખાતે પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા હતા. વર્તમાન રાજવી હિમાંશુસિંહ દ્વારા ફુલહાર અર્પણ કરાયા હતા.

કાર્યક્રમમાં મહારાજા સર ભગવતસિંહ દ્વારા કરાયેલા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. તેમજ કપુરીયા ચોક ખાતે આવેલી ભગવતસિંહની પ્રતિમાને રાજવી પરિવારના કુમાર જ્યોતિમર્યસિંહજી ઓફ હવા મહેલની ઉપસ્થિતિમાં ફુલહાર અર્પણ કરાયા હતા. ભગવતસિંહની 159મી જન્મજયંતિ નિમિતે ભગવતપરામાં આવેલી પટેલ વાડી ખાતે સવારે 9 થી 1 મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું અને કેમ્પને સફળ બનાવવા ભગવત મંડળ ગોંડલ કો. ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લી. ના સભ્યો દ્વારા જહેમત ઉઠાવાઇ હતી, આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં ગોંડલ નગરજનો દ્વારા રક્તદાન કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *