ગોંડલમાં મહિલાઓનો ચક્કાજામ

ગોંડલના ગુંદાળા ચોકડી પાસે આવેલી સિલ્વર સોસાયટીમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિક મહિલાઓએ જામકંડોરણા જતા મુખ્ય માર્ગ પર ચક્કાજામ કર્યો હતો. સોસાયટીના મુખ્ય માર્ગ પર પેવર બ્લોક નાખવાથી પાણીનો નિકાલ અવરોધાયો હતો. સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાથી રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

ઘટનાની જાણ થતાં નગરપાલિકાના પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, બાંધકામ સમિતિના ચેરમેન અને અન્ય અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પાલિકાની ટીમે જેસીબીની મદદથી પેવર બ્લોક હટાવી પાણીના નિકાલની વ્યવસ્થા કરી આપી હતી.

સ્થાનિક મહિલાઓએ અન્ય સમસ્યાઓ પણ રજૂ કરી હતી. નજીકના બે મોટા કોમ્પલેક્સના દુકાનદારો અને ગ્રાહકો તેમના વાહનો સોસાયટીમાં પાર્ક કરે છે. આથી રહીશો અને બાળકોની અવરજવર મુશ્કેલ બની છે. આડેધડ પાર્કિંગથી અકસ્માતનો ભય પણ રહે છે. સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટનો અભાવ અને કચરો લેવા ગાડી નિયમિત ન આવતી હોવાની પણ ફરિયાદ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *