ગોંડલનાં જેલચોકમાં વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના માં બેકાબુ કાર ચાલકે એક એક્ટિવા ચાલક મહીલા તથા બે લારીને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જી કાર ચાલક નાશી છુટ્યો હતો.જ્યારે કાર દિવાલ સાથે અથડાઇ ઉભી રહી ગઇ હતી.
પ્રાપ્ત વિગત મુજબ સવાર નાં પોણા આઠ નાં સુમારે શહેર નાં જેલચોક માં પુરપાટ ધસી આવેલાં જીજે 5 સીએલ 4891 નંબરની બેકાબૂ અલ્ટો કાર ચાલકે રસ્તા પર બે લારીઓ સાથે મહીલા કોલેજમાં ફરજ બજાવતા એક્ટિવા ચાલક રશ્મિબેન ધવલભાઈ ચાવડાને અડફેટે લેતા તેમને ઇજા થવા પામી હતી. રશ્મિબેન તેમના બાળકને પ્લે હાઉસમાં મૂકીને જેલ ચોકથી ખટારા સ્ટેન્ડ પાસે આવેલી મહીલા કોલેજ તરફ જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. રશ્મિબેનને સિવિલમાં પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. હિટ એન્ડ રનની ઘટનાને પગલે જેલચોકમાં અફડાતફડી નો માહોલ સર્જાયો હતો. જેલચોક વિસ્તાર ટ્રાફિકથી ધમધમતો હોય જો થોડી મોડી ઘટના ઘટી હોત તો મોટી જાન હાનિ સર્જાઈ હોત.