ગોંડલમાં નર્સિંગની વિદ્યાર્થિનીનો પીછો કરી મનોવિકૃત પૂર્વ સહપાઠી દ્વારા પજવણી

ગોંડલમાં નર્સીંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો પીછો કરી પૂર્વ સહપાઠી અને એક તરફી પ્રેમી સતત પજવણી કરી અલગ અલગ મોબાઈલ નંબર પરથી મેસેજ કરી વાત કરવા દબાણ કરી વિદ્યાર્થીનીને અપહરણ ધમકી આપતાં ધારીના શખ્સ વિરુદ્ધ ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

બનાવની જાણવા મળતી પ્રાપ્ત માહિતી અનુસાર મુજબ મૂળ અમરેલી જિલ્લાના ખાંભા પથકની વતની અને હાલ ગોંડલના ગોમટા ચોકડી નજીક આવેલી નર્સીંગ કોલેજના હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થીનીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધારીના ત્રંબકપુર ગામના યશ જેન્તી કાનાણીનું નામ આપતાં ગોંડલ બી.ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, અગાઉ વિદ્યાર્થીની ખાંભા પંથકમાં આવેલ ખાનગી શાળામાં અભ્યાસ કરતી હતી. ત્યારે તે જ શાળાની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો શખ્સ યશ કાનાણી સાથે ઔપચારિક પરિચય થયો હતો. બાદમાં આ શખ્સે યેનકેન પ્રકારે વિદ્યાર્થીનીનો મોબાઈલ નંબર પણ મેળવી લીધો હતો.

બાદમાં યશ કાનાણીએ વિદ્યાર્થીનીને અલગ અલગ નંબર પરથી મેસેજ કરવાનું શરૂ કર્યું હતું. વિદ્યાર્થીનીએ થોડો સમય સુધી મેસેજનો કોઈ રીપ્લાય આપ્યો ન હતો. બાદમાં યશ કાનાણીએ યુવતીને મેસેજ કરી અપહરણ કરી લેવાની ધમકીઓ શરૂ કરી હતી. બાદમાં આ બાબતે વિદ્યાર્થીનીએ પરિજનોને જાણ કરતા પરિજનોએ યુવકના પરિવારજનો સાથે વાત કરી હવે યશ કાનાણી વિદ્યાર્થીનીની પજવણી નહિ કરે તેવો સમજૂતી કરાર કરવામાં આવ્યો હતો.

બાદમાં વિદ્યાર્થીની ઉચ્ચ અભ્યાસ અર્થે ગોંડલ આવી ગઈ હતી. તે પછી પણ મનોવિકૃતે વિદ્યાર્થીનીને મેસેજ કરવાનું બંધ કર્યું ન હતું. ધારીના શખ્સે ગત તા. 25-06-2025 થી 27-06-2025 સુધી સતત ત્રણ દિવસ સુધી ગોંડલ ખાતે ધસી આવી વિદ્યાર્થીનીનો પીછો કર્યો હતો અને મેસેજ કરી મારી સાથે વાત નહિ કરે તો તને બરબાદ કરી દઈશ, અપહરણ કરી લઇ તેવી ધમકીઓ આપતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *