ગોંડલમાં ધડુક પરિવારનો રક્તતુલા અને સ્નેહમિલન સમારોહ

ગોંડલના જેતપુર રોડ પર આવેલા દાસીજીવણ પાર્ટીપ્લોટ ખાતે ધડુક પરિવારનો ઐતિહાસિક સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતમાં પ્રથમવાર એક જ પરિવારના સભ્યોના રક્તથી મહાનુભાવોની રક્તતુલા કરવામાં આવી હતી.

પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક (પોરબંદર), વિઠ્ઠલભાઈ ધડુક અને જેન્તીભાઈ ધડુક (સુરત)ની રક્તતુલા કરવામાં આવી હતી. આ પહેલ દ્વારા સમાજને સેવાનો નવો સંદેશ આપવામાં આવ્યો.

કાર્યક્રમના અધ્યક્ષ પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકનું ઢોલ-નગારા અને ખુલ્લી જીપમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. પરિવારની દીકરીઓએ કંકુ તિલક અને પુષ્પ વર્ષાથી મહેમાનોને આવકાર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *