ગોંડલ વિસ્તારમાં વિદેશી દારૂના અનેક કેસમાં સંડોવાયેલા આરોપીની પાસા તળે અટકાયત કરી સુરત મધ્યસ્થ જેલમાં એલ.સી.બી. તથા તાલુકા પોલીસે ધકેલી દીધો છે.
ગોંડલ વિસ્તારમાં અવાર-નવાર પ્રોહીબીશન પ્રવૃતિઓમાં પકડાયેલો આરોપી અજય ઉર્ફ પંકજ જેન્તીભાઇ મકવાણા ઉ.વ.૨૭ રહે. પાટીદળ તા.ગોંડલ વિરુધ્ધ ર્ડો.નવીન ચક્રવર્તી પ્રો.આઇ.પી.એસ થાણા અધિકારી ગોંડલ તાલુકા દ્વારા અવાર-નવાર પ્રોહિબીશનના ગુનાઓ આચરનાર ઇસમ વિરૂધ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી. જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ તરફ મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર પ્રભવ જોષી દ્વારા મજકુર ઇસમની “પાસા’ મંજુર કરી મજકુર ઇસમને સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા હુકમ કર્યો હતો.
જેથી ડો.નવીન ચક્રવર્તી પ્રો.આઇ.પી.એસ/ થાણા અધિકારી ગોંડલ તાલુકા, એલ.સી.બી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર, ઓડેદરા દ્વારા એલ.સી.બી. ટીમ તથા ગોંડલ તાલુકા પોલીસની ટીમ દ્વારા આ ઇસમને ગોંડલથી શોધી પાસા અટકાયત હુકમની બજવણી કરી મજકુર ઇસમને પોલીસ જાપ્તા સાથે સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો.