ગોંડલ તાલુકામાં આગામી 22 જૂન રવિવારે યોજાનારી ગ્રામપંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. તાલુકાના 40 ગામોમાં સામાન્ય, મધ્યસત્ર અને પેટાચૂંટણીઓ યોજાશે.
ગોંડલ તાલુકામાં આગામી તા. 22, જૂન-2025 રવિવારના રોજ યોજાનારી ગ્રામપંચાયતોની સામાન્ય, મધ્યસત્ર અને પેટાચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. તાલુકાના કુલ 40 ગામોમાં યોજાનારી આ ચૂંટણી અંતર્ગત ગઈકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો, જેમાં સરપંચ અને સભ્યપદ માટે મોટી સંખ્યામાં ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે
આગામી ચૂંટણીમાં ક્યાંક સંપૂર્ણ ગ્રામપંચાયત, ક્યાંક ફક્ત સરપંચ પદ, તો ક્યાંક વોર્ડની ખાલી બેઠકો માટે મતદાન યોજાશે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં હવે ચૂંટણીનું ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે આ 6 ગામોમાં યોજાશે સંપૂર્ણ ગ્રામ પંચાયતની ચૂંટણી જે ગામોમાં સરપંચની સાથે તમામ વોર્ડના સભ્યો માટે પણ ચૂંટણી યોજાનાર છે ત્યાં ઉમેદવારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.