દિવાળીના તહેવારને લઈને અનેક નાના મોટા વાહનોની અવરજવર થતી રહે છે ત્યારે ગોંડલ શહેરમાં ગોંડલી નદી પર આવેલ બંને પુલ પર બેસતા વર્ષની સાંજે ભારે ટ્રાફિક સર્જાયો હતો. બન્ને પુલ પર ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની હતી. કલાકો સુધી ટ્રાફિક જોવા મળતા વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓ ટ્રાફિક ક્લિયર કરાવવા લાગ્યા હતા.
જસદણ – અમરેલી – કોટડાસાંગાણી થી આવતા વાહન ચાલકોને ગોંડલ શહેરમાં પ્રવેશ કરવો હોયતો ગોંડલી નદીના પુલ પરથી પસાર થવું પડે છે. ગોંડલી નદી પર આવેલ બંને પુલ પર બેસતા વર્ષની સાંજે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. કલાકો સુધી વાહનોની લાંબી લાઇનો જોવા મળતા વાહનચાલકો અને સ્થાનિક લોકો ટ્રાફિક ક્લિયર કરવામાં કામે લાગ્યા સ્થાનિકોને ટ્રાફિક ક્લિયર કરવાની ફરજ પડી હતી. ત્યારે વાહનચાલકોમાં પણ ધીરજ ખૂટી હોઈ તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.