ગોંડલનાં માંડવીચોક પોલીસ ચોકી સામે સવારે ત્રણ વ્યક્તિએ ગૃહમંત્રી અમીત શાહનાં પુતળાનું દહન કરતા પોલીસ દોડતી થઇ હતી.અને ભગવતપરા માં રહેતા ત્રણ વ્યક્તિ સામે ગુનો નોંધી અટકાયત કરી હતી.પ્રાપ્ત વિગત મુજબ સવારે માંડવીચોકમાં ગોરાભાઇ નારણભાઇ સરવૈયા,નીતિનભાઈ બાવનજીભ઼ઇ સાંડપા તથા મનોજભાઇ સુરેશભાઈ પરમારે અમીત શાહે કરેલી ટિપ્પણીનાં વિરોધમાં તેમના પુતળાનું દહન કર્યુ હતુ.જ્યાં આ કાર્યક્રમ અપાયો તેનાથી થોડા જ અંતરે પોલીસ ચોકી આવેલી છે.
જો કે પોલીસચોકી મોટાભાગે બંધ રહેતી હોય છે. પૂતળા દહન કાર્યક્રમ અપાતાં પોલીસમાં દોડાદોડી થઇ પડી હતી.બાદમાં પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી 3ની અટકાયત કરી હતી.પોલીસ સુત્રોએ જણાવ્યું કે પુતળા દહન પોલીસની જાણ બહાર કરાયુ હતુ.