ગોંડલની ઓઇલ ઇન્ડસ્ટ્રીઝને વિક્રમી 76,000 મેટ્રિક ટન સીંગખોળના ઉત્પાદન બદલ એવોર્ડ

ગોંડલના ભોજપરા સ્થિત ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને ઉદ્યોગપતિને દેશભરમાં વિક્રમી 76,000 મેટ્રીક ટન સીંગખોળના ઉત્પાદન બદલ મુંબઇમાં એવોર્ડથી સન્માનિત કરાયા છે.ધ સોલવેન્ટ એક્સ્ટ્રેક્ટરસ એસોસિએશન ઓફ ઇન્ડિયા મુંબઈ દ્વારા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રહલાદ જોશી (મિનિસ્ટર ઓફ કન્ઝ્યુમર અફેર્સ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન), સંજીવ ચોપડા (આઇએએસ સેક્રેટરી એફ એન્ડ પીડી, મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન), પ્રોફેસર વિજય પોલ શર્મા (ચેરમેન કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ) તેમજ અધિક સાહુ (જોઇન્ટ સેક્રેટરી ઓઇલ સીડ્સ મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર) સહિતના જોડાયા હતા. આ દરમિયાન ગોંડલના ભોજપરા ખાતે આવેલ રવિ સોલવેક્સ એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વર્ષ 2023 -24 અંતર્ગત 76000 મેટ્રિક ટન સિંગ ખોળનું ઉત્પાદન કરવામાં આવ્યું હોય જે દેશભરમાં પ્રથમ નંબરનું હોય તેમને પ્રથમ વિજેતા જાહેર કરાયા હતા અને આ એવોર્ડ રવિ સોલવેક્સના ધનસુખભાઈ નંદાણીયાના નાનાભાઈ હર્ષદભાઈ નંદાણીયા તેમજ જયેશભાઈ પાડલીયા દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ધનસુખ નંદાણીયાએ નાની ઉંમરમાં ઘણી જ પ્રગતિ કરી છે અને એટલુ઼ જ નહીં, તેઓ ઉદ્યોગપતિ હોવાની સાથે સેવાભાવી પણ ખરા જ.તેઓ દ્વારા તેમના ઇન્ડસ્ટ્રીઝ ખાતે ગૌશાળા પણ ચલાવવામાં આવે છે, અનેક જરૂરિયાતમંદ પરિવારને દીકરીઓને લગ્ન સમયે કરિયાવર આપી કન્યાદાન પણ કરવામાં આવ્યા છે, આ ઉપરાંત તેઓ દ્વારા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે અને તે પણ કોઇ પણ જાતના પ્રસિધ્ધિના મોહ વગર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *