ગોંડલની ઉમવાડા ચોકડી પાસેથી ગાંજા સાથે બે ઇસમની ધરપકડ

ગોંડલમાંની ઉમવાડા ચોકડી પાસેથી ગાંજાના જથ્થા સાથે બે ઇસમને પકડી પાડવામાં આવ્યા છે અને તેમની પાસેથી 5.749 કિલો માદક પદાર્થ અને ફોન મળીને કુલ 61,490 નો મુદામાલ કબજે લઇને અેનડીપીએસ અંતર્ગત ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજકોટ રૂરલ એસઓજી બ્રાન્ચના પીઆઇ એફ.એ.પારગી, પીએસઆઇ બી.સી.મીયાત્રા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એએસઆઇ જયવિરસિંહ રાણા, પ્રહલાદસિંહ રાઠોડ અને અરવિંદભાઈ દાફડાને હકીકત મળતા ઉમવાડા ચોકડી પાસે આવેલા લોખંડનાં ઓવરબિજ પાસે સંજુ દિપકભાઈ વાઘેલા અને મહેન્દ્રભાઈ ઉર્ફે રાજેશ હલીયાભાઈ કટારાને 5.749 કિલોગ્રામ માદક પદાર્થ ગાંજો, બે મોબાઈલ મળી કુલ 61,490/- રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા અને ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કરાવી કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં રાજકોટ રૂરલ એસઓજીની ટીમના પીએસઆઇ બી.સી.મિયાત્રા, ઇન્દ્રસિંહ સજુભા જાડેજા, અમીતભાઈ અશોકભાઈ કનેરીયા, સંજયકુમાર ભગવાનદાસ નિરંજની, શિવરાજભાઇ ભાણાભાઈ ખાચર, રઘુભાઈ દેવાભાઈ ઘેડ, વિજયગીરી રસીકગીરી ગોસ્વામી, ચિરાગભાઈ વાલાભાઈ કોઠિવાર તથા ડ્રા.એ.એસ.આઇ અમુભાઈ ગગુભાઈ વીરડા સહિતના જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *