ગોંડલ પંથકમાં સાધુઓની ગેંગ દ્વારા મોવિયામાં સંમોહન કરી લૂંટ કરાયાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં હડમતાળા રહેતા દિનેશભાઈ વિરડીયા સવારે ખેતીનાં કામે બહાર ગયા હતા. પત્ની અને પુત્ર સગપણનાં પ્રસંગે જેતપુર ગયા હતા. ત્યારે તેમની પુત્રી જાનવી ઘરે એકલી હતી. સવારે આઠનાં સુમારે ઘરનાં પાછલા દરવાજે આવેલા ત્રણ થી ચાર જેટલા અજાણ્યાં શખ્સોએ દરવાજો ખખડાવ્યો હતો.જાનવી એ કોણ છે એવું પુછતા શખ્સોએ કહ્યુ કે અમે સર્વે કરવા આવ્યા છીએ.
જાનવીએ અગમચેતી દાખવી દરવાજો નહી ખોલતા એવુ પુછ્યુ કે આગલા દરવાજા ને બદલે પાછલા દરવાજેથી કેમ આવ્યા.તો શખ્સોએ એ એવુ કહ્યુ કે તમારા પિતાએ પાછલા દરવાજે આવવા કહ્યુ હતુ.પિતા ઘરમાં સુતા છે ઉઠાડુ તેવું જાનવી એ કહેતા પેલા શખ્સોએ ના કહી. જો દરવાજો નહી ખોલો તો તમારી પર કેસ થશે તેવી ધમકી શખ્સોએ આપી હતી.