પર્યાવરણ અને આરોગ્ય બંનેને ઉત્તમ તેમજ સ્વસ્થ રાખવા ઇકો ફ્રેન્ડલી એટલે કે માટીના ગણપતિનું સ્થાપન જ શ્રેષ્ઠ વિકલ્પ છે ત્યારે ગોંડલમાં પણ હાલ માટીના ગણેશ બનાવીને સ્થાપના કરવામાં આવે છે. આપણે કોરોનાકાળમાં સ્વાસ્થય અને પ્રકૃતિ બંનેનું મહત્વ સમજ્યા છીએ ત્યારે પ્રકૃતિનું જતન અને સંવર્ધન કરવું પણ એટલું જ મહત્વનું છે જેના માટે હવે ગણેશોત્સવમાં ઇકો ફ્રેન્ડલી કે માટીના ગણેશનું સ્થાપન કરવા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે ત્યારે ગોંડલનો એક યુવાન નામે ધવલ અને ગણપતિનો ભક્ત વર્ષ 2016 થી જ માટીના ગણપતિ બનાવી રહ્યો છે અને વિસર્જન પણ ઘરે જ કરી રહ્યો છે. આ વખતે તેણે પૂણેમાં બીરાજતા દગડુ શેઠ હલવાઇની અદલોઅદલ પ્રતિકૃતિ બનાવી છે અને સ્થાપના કરી છે.
ધવલે 2016 માં સ્કૂલ પ્રોજેકટમાં ગણપતિ બનાવ્યા હતા જે સ્કૂલમાં સૌ કોઇને ગમ્યા ત્યારથી જ માટીના ગણપતિ બનવાનું ચાલુ કર્યું હતું. ફૂલ ટાઈમ જોબ હોવાથી છેલ્લા 3 દિવસ થી રોજિંદા 2 થી 3 કલાક રાત્રીના સમયે માટીના ગણપતિ બનાવતો. આ વર્ષે મુંબઈના ફેમસ દગડું શેઠ હલવાઈ ગણપતિ મંદિરમાં જે મૂર્તિ સ્થાપિત છે એ આકારની માટીની મૂર્તિ બનાવવામાં આવી છે. ધવલને માટીમાંથી ગણપતિ બનાવતા 3 દિવસ લાગ્યા હતા. ખેતીવાડી વિસ્તારમાંથી કાળી માટી લઈને તેમાં પાણી અને ગંગાજળ મિક્સ કરી 1 દિવસ મૂર્તિ બનાવી બીજા દિવસ કલર કામ કર્યું અને ત્રીજા દિવસે મુર્તિને મુગટ અને અલગથી શણગાર કરે અને વિધિવત રીતે પોતાના ઘરે જ સ્થાપના કરવામાં આવી મહત્વની વાત એ છે કે તેઓ વિસર્જન ઘરે જ કરે છે.