ગોંડલના પૂર્વ પ્રમુખના પતિનું હિટ એન્ડ રનની ઘટનામાં મોત

ગોંડલનાં કોટડાસાંગાણી રોડ પર હીટ એન્ડ રનની ઘટનામાં નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખનાં પતિનું મોત નિપજ્યુ હતુ.તેઓ રોડ પર સાયકલિંગ કરી રહ્યા હતા ત્યારે કાર ચાલકે ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો.બનાવ અંગે એ’ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

પાલિકાના પૂર્વ પ્રમુખ શારદાબેન સાવલિયાના પતિ મનસુખભાઈ કોટડાસાંગાણી રોડ પર સાંજે સાયકલ લઇ નિકળ્યા હતા એ વખતે પુરઝડપે ધસી આવેલા કાર ચાલકે હડફેટે લેતા ગંભીર હાલતમાં મનસુખભાઈ ને ગોંડલની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં રસ્તામાં જ તેમનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.

મનસુખભાઈ SRP ગેઈટ સામે જય ગુરુદેવ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ચલાવતા હતા રોજીંદા નિત્યક્રમ મુજબ પોતાની સાયકલ લઈને કોટડાસાંગાણી રોડ પર સાયકલીંગ કરવા નીકળ્યા હતા ત્યારે મહિલા પોલીસ સ્ટેશન પાસે GJ03 JR 6523 નંબરની કારે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.જેમાં મનસુખભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થવા પામી હતી. મનસુખભાઈને સંતાનમાં બે દીકરા તથા 1 દીકરી હોવાનું જાણવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *