ગોંડલના નાની બજાર સ્થિત સ્વામિ. મંદિરે ઠાકોરજી હિંડોળે ઝૂલ્યા

ગોંડલના નાનીબજાર સ્વામિનારાયણ મંદિર ખાતે આવેલ ગુણાતીત ધામ ખાતે આજથી એક માસ સુધી દરરોજ અલગ અલગ રીતે શણગારેલ હિંડોળાના દર્શન થશે. આ સુંદર, આકર્ષક અને અવનવા હિંડોળામાં ઠાકોરજીને ઝુલાવવાના અલૌકિક, અલભ્ય, નયન રમ્ય દર્શન માટે શુભારંભ કરવામાં આવેલ છે.

આ પ્રદર્શનરૂપ હિંડોળા દર્શનમાં સાક્ષાત શ્રીજી મહારાજ તરુવરના છાંયડે હિંડોળા પર હિંચકતા હોય તેવા અલભ્ય દર્શન તેમજ નીલકંઠ વર્ણીની મૂર્તિને કોઈપણ દર્શનાર્થી જળાભિષેક કરાવી શકે તેવી સુંદર વ્યવસ્થા ગોઠવણી કરવામાં આવેલ છે.

કોઠારી સ્વામી, ટ્રસ્ટી મંડળ તથા એવાભાઈ સત્સંગીઓના સુંદર પ્રયાસથી સુંદર હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમના દર્શનનો લાભ લેવા માટે દરેક ધર્મપ્રેમી સત્સંગીઓને પધારવા મંદિરના કોઠારી સરજુ સ્વામી તથા આનંદ પ્રસાદજી સ્વામીએ આમંત્રણ પાઠવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *