ગેસની તંગીથી રેસ્ટોરન્ટ-કેટરિંગ ઉદ્યોગ ‘સ્લો મોશન લોકડાઉન’ તરફ

અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વૈશ્વિક અસર હવે રાજકોટના ખાણીપીણીના વ્યવસાય સુધી પહોંચી ગઈ છે. શહેર-જિલ્લામાં કોમર્સિયલ ગેસ સિલિન્ડરની અછત સર્જાતા રેસ્ટોરન્ટ, કેટરિંગ, ફરસાણ, ડેરી અને નાના ખાણીપીણીના ધંધાઓ માટે ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. વેપારીઓના કહેવા મુજબ જો આગામી દિવસોમાં પુરવઠો સામાન્ય ન બને તો અનેક નાના ધંધાઓ બંધ કરવાની ફરજ પડી શકે છે.

જિલ્લા પુરવઠા તંત્રએ તાજેતરમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ, પેટ્રોલ પંપ એસોસિએશન અને ગેસ એજન્સી પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી શહેર-જિલ્લામાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના સ્ટોકની સમીક્ષા કરી હતી. તંત્રના સૂત્રો મુજબ હાલ ઉપલબ્ધ સ્ટોક પૂરતો જ વિતરણ કરવામાં આવી રહ્યો છે અને સંગ્રહખોરી રોકવા માટે ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. હાલની પરિસ્થિતિમાં રાજકોટમાં ગેસના કોમર્સિયલ સિલિન્ડરની સપ્લાયમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

અનેક ગેસ એજન્સીઓમાં સિલિન્ડર ઉપલબ્ધ ન હોવાથી રેસ્ટોરન્ટ સંચાલકોને માંગ મુજબ સિલિન્ડર મળતા નથી. પરિણામે વેપારીઓને વિકલ્પો શોધવાની ફરજ પડી રહી છે.મહિલા કોલેજ રોડ નજીક ટી સ્ટ્રીટ કાફે ચલાવતા મેઘાવત રાઠોડે જણાવ્યું હતું કે, હાલમાં કોમર્સિયલ સિલિન્ડરની ભારે ખેંચ છે. “અમે 10 સિલિન્ડર માગીએ તો 4-5 જ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *