ગેંગરેપનો આરોપી 1 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપાયો

રાજકોટ શહેરમાં માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પ્રદ્યુમનનગર પોલીસે ત્રણ આરોપીની ધરકડ કરી છે. ત્રણ મિત્રોને 1.108 કિલો ગ્રાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા અને આ લોકો ગાંજાની પડીકી બનાવી 100થી 200 રૂપિયામાં વેચતા હોવાનું સામે આવ્યું છે. જોકે, ગઈકાલે આ તમામ જથ્થો વેચવાના હોવાથી માહિતી મળતા પોલીસે તાત્કાલિક રેડ કરી ઝડપી પાડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પકડાયેલા આરોપીઓ પૈકી એક આરોપી ગેંગરેપના ગુનામાંથી થોડા સમય પૂર્વે જેલમાંથી મુક્ત થયો હતો અને બહાર આવ્યા બાદ મિત્રો સાથે મળી છેલ્લા દોઢ બે મહિનાથી ગાંજાનું વહેચાણ કરવાની શરૂઆત કરી હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ શહેર પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન પીઆઇ વી.આર.વસાવા ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, રેલનગર વિસ્તરમાં આવેલી લાલબહાદુર ટાઉનશીપમાં ત્રણ શખસો ગાંજાનો જથ્થો લાવી વેચાણ કરી રહ્યા છે અને તમામ જથ્થો પડીકી બનાવી બંધાણી સુધી પહોંચાડવાના છે, જેથી તાત્કાલિક પોલીસ ટીમ બાતમી વાળી જગ્યા પર પહોંચી તપાસ કરતા જયદિપ સીતાપરા, મિલન જોટંગીયા અને રણજિત ચૌહાણ ગાંજાના જથ્થા સાથે મળી આવ્યા હતા. પોલીસે તેને અટકાવી તપાસ કરતા કુલ 1.108 કિલો ગાંજો અને મોબાઈલ ફોન મળી કુલ 62,400નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીઓ છેલ્લા દોઢ બે મહિનાથી ગાંજાની પડીકી બનાવી બંધાણીઓને રૂપિયા 100-200માં વેંચતા હતા. આ તમામ ગાંજાનો જથ્થો તેઓ ત્રણેય સાથે મળી સુરતથી લાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *