ગુજરાતના ગાંધીનગર નજીકથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે. ATSના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર ફેક્ટરીમાંથી અંદાજે 25 કિલો સિન્થેટિક ડ્રગ્સ અને રો-મટીરીયલ મળી આવ્યું છે. આ સમગ્ર મામલે ગુજરાત ATSને મહત્વની સફળતા મળી છે અને આ ડ્રગ્સનું કનેક્શન ગુજરાત અને રાજસ્થાન સુધીના સપ્લાયનું હોવાનું માનવામાં આવે છે. તો બીજી તરફ રાજસ્થાનમાંથી પણ બે ડ્રગ્સ બનાવતી ફેક્ટરી મળી આવતા હવે ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગનો નવો એંગલ સામે આવી રહ્યો છે. સમગ્ર મામલે DGP વિકાસ સહાયે જણાવ્યું હતું કે, હાલ આચારસહિત અમલમાં છે. જેમાં 161ની નાર્કોટિક કેસમાં આરોપીની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવ્યા છે. 81 કેસ થયા છે, 3 કરોડનો નાર્કોટિક પકડવામાં આવ્યું છે.
ગુજરાત ATSના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર રાજસ્થાન અને ગુજરાતમાં એ કોઈ જગ્યાએ ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું છે. ડ્રગ્સની પ્રોસેસ થઈ રહી છે, પરંતુ તેની ચોક્કસ માહિતી ન મળતા ઘણા સમયથી તેને શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે ગાંધીનગર નજીક એક ફેક્ટરીમાં સિન્થેટિક ડ્રગ્સ બનતું હોવાની ચોક્કસ માહિતી મળી હતી, ત્યારબાદ ગુજરાત ATSની ટીમે દરોડા કરતા ત્યાં 25 કિલો જેટલું તૈયાર ડ્રગ્સ મળી આવ્યું હતું.