ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક સંસ્થા દ્વારા ડૉક્ટર્સ અને ક્લિનિકનું રજિસ્ટ્રેશન કરાશે

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી બોગસ ડોક્ટરની સંખ્યામાં વધારો થયો છે. જેને લઈ ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક સંસ્થા દ્વારા ડૉક્ટર્સ-ક્લિનિકનું રજિસ્ટ્રેશન કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની આ પ્રક્રિયામાં 5,500 કરતા વધુની નોંધણી થઈ ચૂકી છે. બાકીનાઓને 12 માર્ચ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવા અપીલ કરવામાં આવી છે. જે કોઈ ડૉક્ટર્સ પોતાની અને ક્લિનિકની નોંધણી નહીં કરાવે તેને દંડ ફટકારવામાં આવનાર છે.

તમામ ડૉક્ટર્સની ઓનલાઈન નોંધણીની કામગીરી શરૂ પ્રાપ્ત વિગત મુજબ સુરતમાં બોગસ ડૉક્ટર્સ પકડાયા બાદ રાજય સરકાર એક્શન મોડમાં આવી છે તેમજ તમામ ડૉક્ટર્સની ઓનલાઈન નોંધણી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં આજે ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક અને યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યમાં આયુર્વેદ સાથે સંકળાયેલા 27,000 ડોક્ટર્સ છે. તમામ ડૉક્ટર્સ અને તેના ક્લિનિકનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. ડોક્ટર્સ સમય મર્યાદામાં નોંધણી નહીં કરાવે તો સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. જેમાં રૂ. 5 લાખ સુધીનો દંડ કરવામાં આવી શકે છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ સાચા ડૉક્ટર્સનું રજિસ્ટ્રેશન થતા બોગસ ડૉક્ટર્સને સરળતાથી ઓળખી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *