ગુજરાતીઓની ગર્જના સામે પાકિસ્તાન નતમસ્તક

ભારતે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું. ટુર્નામેન્ટના ઇતિહાસમાં રનની દ્રષ્ટિએ પાકિસ્તાન પર ભારતનો આ સૌથી મોટો વિજય છે. ઉપરાંત આ સાથે જ T20 વર્લ્ડ કપમાં ભારતે આઠમીવાર પાકિસ્તાનને હરાવ્યું છે.

આ જીત સાથે, ભારતીય ટીમ સુપર-8 રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ ગઈ. ટીમ સતત ત્રણ જીત સાથે ગ્રુપ-A પોઇન્ટ્સ ટેબલમાં ટોચ પર છે.

રવિવારે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે 176 રનના ટાર્ગેટને ચેઝ કરતા, પાકિસ્તાની ટીમ 18 ઓવરમાં 114 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઉસ્માન ખાને સૌથી વધુ 44 રન બનાવ્યા. ભારત તરફથી જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી અને હાર્દિક પંડ્યાએ બે-બે વિકેટ લીધી.

અગાઉ, ટૉસ હારતા પહેલી બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટે 175 રન બનાવ્યા. ભારત તરફથી સૌથી વધુ ઈશાન કિશને 40 બોલમાં 77 રન ફટકાર્યા. કેપ્ટન સૂર્યાએ 32 રન બનાવ્યા. જ્યારે શિવમ દુબેએ 27 રન બનાવ્યા. પાકિસ્તાન તરફથી સૌથી સૈમ અયુબે 3 વિકેટ લીધી. જ્યારે ઉસ્માન તારિક, કેપ્ટન સલમાન અલી આગા અને શાહીન આફ્રિદીએ 1-1 વિકેટ લીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *