ગુજરાતમાં 20 વર્ષ બાદ હેન્ડબોલની ઇન્ટર યુનિવર્સિટીની ટુર્નામેન્ટ યોજાઈ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન હેન્ડ બોલ ટુર્નામેન્ટ ચાલી રહી છે, જેમાં ગુજરાત સહિત 5 રાજ્યોની 70 યુનિવર્સિટીના 1000 ખેલાડીઓ સામ સામે ટકરાઈ રહ્યા છે. ગુજરાતમાં 20 વર્ષ બાદ હેન્ડબોલની ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન ટુર્નામેન્ટ યોજાતા સ્થાનિક ટીમની હોમ ગ્રાઉન્ડ પર જીતની આશા જીવંત છે.

યશ રમણાએ જણાવ્યું હતુ કે, હેન્ડ બોલમાં ગોલ કિપર પોઝિશનમાં રમુ છું અને ઇન્ડિયામાં રમીને આવ્યો છું. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી જવા માટે દરરોજની ત્રણથી ચાર કલાકની પ્રેક્ટિસ જરૂરી હોય છે. હેન્ડ બોલ રમતી વખતે માત્ર આપણી જ ટીમ નહીં પરંતુ, સામેની ટીમનું પણ ધ્યાન રાખવું પડે છે. કોઈપણ પ્રકારની ઈજા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. હું છેલ્લા 6 વર્ષથી હેન્ડ બોલ રમુ છું. મહેસાણા એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહ્યો છું. જેથી હું જોર્ડન આંતરરાષ્ટ્રીય હેન્ડ બોલ ટુર્નામેન્ટ રમવા માટે ગયો હતો. જયાં 3 મેચ રમ્યો હતો. 5 નેશનલ અને 1 ઇન્ટરનેશનલ ગેમમાં રમી ચૂક્યો છું. જ્યારે સ્ટેટમાં મેડલ મેળવી ચૂક્યો છું. ગુજરાતમાં 20 વર્ષ બાદ ઇન્ટર યુનિવર્સિટીની આ ટુર્નામેન્ટ યોજાઈ છે ત્યારે આ હોમ ગ્રાઉન્ડ હોવાના કારણે ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનની આશા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *