ગુજરાતમાં ભારત જોડો ન્યાયયાત્રાનો ત્રીજો દિવસ

આગામી લોકસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી મણિપુરથી મુંબઈ સુધી ભારત જોડો ન્યાય યાત્રા લઇને નીકળ્યા છે. ત્યારે ભારત જોડો ન્યાયયાત્રા હાલ ગુજરાતમાં ચાલી રહી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ‘ભારત જોડો ન્યાયયાત્રા’ લઇને ખાંડીવાવ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાત્રિ રોકાણ કર્યું હતું. ત્યાર બાદ આજે સવારે ગુજરાતના ધારાસભ્યો સાથે મિટિંગ કરી બોડેલીથી ન્યાયયાત્રા નીકળી નસવાડી પહોંચી હતી. આદિવાસી મહિલાઓ પરંપરાગત નૃત્ય કરી રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. જે બાદ ન્યાયયાત્રા રાજપીપળાના ગરૂડેશ્વર પહોંચી હતી. રાજપીપળાના માર્ગો પર ન્યાયયાત્રા ફર્યા બાદ ભરૂચ જિલ્લાના નેત્રંગમાં રાહુલ ગાંધીએ જનસભા સંબોધી હતી. ત્યાર બાદ યાત્રા સુરત પહોંચી હતી. જ્યાં રાહુલ ગાંધીએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. હવે યાત્રા માંડવી ખાતે જવા રવાના થઈ છે. માંડવીમાં રાહુલ ગાંધી રાત્રિ રોકાણ કરશે.

સુરત જિલ્લામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા સુરત જિલ્લામાં આવી પહોંચી હતી. જ્યાં ઝંખવાવ ત્રણ રસ્તા ખાતે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો એકઠા થયા હતા. કોંગ્રેસના કાર્યકરોનું અભિવાદન રાહુલ ગાંધીએ ઝીલ્યું હતું. હવે યાત્રા માંડવી ખાતે જવા રવાના થઈ છે. માંડવીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાત્રિ રોકાણ કરશે. રાહુલ ગાંધીના સુરત જિલ્લામાં આગમનને લઈને કોંગ્રેસમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *