રાજ્યમાં ઠંડીનો પ્રભાવ યથાવત છે, જોકે 26 જાન્યુઆરીના લઘુત્તમ તાપમાનની સરખામણીમાં છેલ્લા 24 કલાક દરમિયાન અનેક શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે વહેલી સવાર અને રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ વધ્યો છે. હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં પણ ઠંડુ વાતાવરણ યથાવત રહેવાની શક્યતા છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સમુદ્ર સપાટીથી 3.1થી 4.5 કિમી ઉપર ફેલાયેલું ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે જોવામાં આવતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 4.5 કિમી ઉપર ફેલાયેલું છે. ઉત્તરપૂર્વ અરબી સમુદ્રથી ઉત્તર પંજાબ સુધી અને સૌરાષ્ટ્ર અને કચ્છ અને પશ્ચિમ રાજસ્થાનમાં દરિયાની સપાટીથી સરેરાશ 1.5 કિમી ઉપર સુધીનો ટ્રફ લાઇન પસાર થઈ રહી છે.
આવતીકાલથી 3 દિવસ સુધી તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો જ્યારે દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં દરિયાની સપાટીથી 1.5 કિમી ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ છે. જેના કારણે ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. આજ માટે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. જે અનેક શહેરોમાં જોવા મળ્યો છે. જોકે આવતીકાલથી 3 દિવસ સુધી તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે.