ગિફ્ટ સિટીએ GFCI રેન્કિંગમાં તેનું સ્થાન મજબૂત બનાવ્યું

ભારતના સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર (આઈએફએસસી) અને રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટ એવા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)એ વૈશ્વિક સ્તરે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવી છે. ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સની 38મી એડિશનના (જીએફસીઆઈ 38) રેન્કિંગમાં તેણે ત્રણ સ્થાનની છલાંગ લગાવીને 43મું સ્થાન મેળવ્યું છે.

ગિફ્ટ સિટીનું એકંદરે રેટિંગ સુધર્યું છે જે ભારતની ઉભરતી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમમાં વિદેશી રોકાણકારો અને સંસ્થાઓમાં વધી રહેલો વિશ્વાસ દર્શાવે છે. તેણે ફિનટેક ઇન્ડેક્સમાં પણ નોંધપાત્ર સ્થાન મેળવ્યું છે જ્યાં તે પાંચ ક્રમની છલાંગ લગાવીને 40માંથી 35મા ક્રમે આવી છે. આ પ્રગતિ ઇનોવેશન અને ટેક્નોલોજી સંચાલિત ફાઇનાન્શિયલ સર્વિસીઝ માટેના સેન્ટર તરીકે તેની વધતી તાકાતનો પુનરોચ્ચાર કરે છે.

આંતરરાષ્ટ્રીય પ્રભાવ અને ભવિષ્યની સંભાવના

પ્રાદેશિક બાબતે ગિફ્ટ સિટીએ એશિયા-પેસિફિકમાં ટોચના 15 ફાઇનાન્શિયલ સેન્ટર્સમાં સ્થાન જાળવી રાખ્યું છે અને આ ગ્રુપનો ભાગ બનનારી ભારતની એકમાત્ર સિટી બની છે. આ સ્થાન ગ્લોબલ ફાઇનાન્સમાં ઉભરતી સિટી તરીકે તેની ભૂમિકાનો પુનરોચ્ચાર કરે છે અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બિઝનેસ-ફ્રેન્ડલી રેગ્યુલેશન અને પ્રતિભા-સંપન્ન વાતાવરણનો આકર્ષક સમન્વય રજૂ કરે છે. તેને જીએફસીઆઈ 38 રિપોર્ટમાં વિશ્વભરમાં “The 15 Centres Likely to Become More Significant”ની યાદીમાં પણ સ્થાન મળ્યું છે જે તેના વધતા આંતરરાષ્ટ્રીય પ્રભાવ તથા ભવિષ્યની સંભાવના દર્શાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *