ગાઢનિદ્રામાં ઉંદર મારવાની દવા ગટગટાવી લેતાં આધેડનું મોત

શહેરના આજી ડેમ ચોકડી નજીક ગોકુલ ગેટ પાસેની સોસાયટીમાં આધેડે રાત્રિના ભરનીંદરમાં અજાણતા જ બાજુમાં રાખેલા ગ્લાસમાં ઉંદર મારવાની દવા ગટગટાવી લેતાં મોત થયું છે, પરંતુ પોલીસને આ વાત ગળે ન ઉતરતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના આજી ડેમ ચોકડી નજીક ગોકુલ ગેટ પાસેની સોસાયટીમાં રહેતા પરેશભાઈ બાબુભાઈ રાઘવાણી(ઉં.વ.45)નામના આધેડે ગત તા. 4થીએ ઘરે અજાણતા જ ઉંદર મારવાની દવા ગટગટાવી લેતા પરિવારમાં ઘેરો શોક છવાયો છે. બનાવ અંગે પરિવારજનોને જાણ થતાં બનાવના બીજા દિવસે સવારે પરેશભાઈને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ અહીં ત્રણ દિવસની સારવાર બાદ તેમનું મોત થતા પરિવારમાં ઘેરો શોક છવાયો છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજી ડેમ પોલીસને જાણ કરતાં હેડ કો. બી.જે.વાઘેલા સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *