ગાંધીનગરના સેક્ટર 1ના તળાવથી સરિતા ઉધાન તરફ જતાં ચાર રસ્તા પાસે પોણા ચારેક વાગ્યાના અરસામાં અલ્ટો અને કિયા કારનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાયા પછી કિયા કારમાં સ્પાર્ક થવાની સાથે આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કાર આગની લપેટમાં આવી ભડભડ સળગવા માંડી હતી. આગ એટલી ભયાનક હતી કે દોઢ બે કિ.મી સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળતા હતા. ત્યારે હાલમાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો છે. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
પ્રાપ્ત વિગતો મુજબ બપોરના સમયે ગાંધીનગરનાં સેક્ટર 1ના તળાવથી સરિતા ઉધાન તરફ જતાં ચાર રસ્તા પાસે આજે બપોરના પોણા ચારેક વાગ્યાના અરસામાં અલ્ટો અને કિયા કાર વચ્ચે અકસ્માત સર્જાતા કિયા કારમાં ભયાવહ આગ ભભૂકી ઉઠી હતી. જેનાં પગલે રાહદારી વાહન ચાલકોનાં જીવ અધ્ધર થઈ ગયા હતા.