ગાંધીનગરમાંથી 9 વર્ષની ગુમ બાળકીની લાશ પ્લાસ્ટિકના કોથળામાંથી મળી

ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારના રાયપુર ગામમાંથી 12 નવેમ્બર 2025ની બપોરે ગુમ થયેલી 9 વર્ષ 11 મહિનાની બાળકીની 13 નવેમ્બર 2025ની રાત્રે તેના ઘર નજીકથી જ પ્લાસ્ટિક કોથળામાં પેક કરેલી હાલતમાં લાશ મળી હતી. આ મામલે પોલીસે અનિલની સત્તાવાર રીતે અટકાયત કરી લીધી છે. પોલીસ તપાસમાં આ હત્યા મૃતકના પિતા સાથે અગાઉના ઝઘડાની અદાવતમાં કરવામાં આવી હોવાનું આરોપીએ ખુલાસો કર્યો છે. માત્ર એટલું જ નહીં આરોપી બાળકીને શોધવા સાથે સાથે જ ફરતો હતો.

આ પહેલાં અટક કરાયેલા શખસના બાળકે બે અલગ અલગ સ્ટેટમેન્ટ આપ્યાં હતાં. પહેલા 500 રૂપિયાની લાલચ આપી કોઈ અપહરણ કરી ગયું હોવાનું બાદમાં નદી તરફ જતી જોઈ હોવાનું જણાવ્યું હતું.

અજાણી વ્યક્તિ ગુમ થઈ હોવાની શંકાએ પિતાએ ફરિયાદ નોંધાવી આ અંગે મળતી વિગત મુજબ, રાયપુર ગામના રામાપીરવાળા વાસમાં રહેતા એક પિતાની પુત્રી ગત 12મી નવેમ્બરે સવારે આશરે દસેક વાગ્યાના સુમારે ક્યાંક જતી રહી હતી. બાળકી ગુમ થતાં તેના પિતાએ કોઈ અજાણી વ્યક્તિ તેનું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયું હોવાની શંકા સાથે ડભોડા પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *