ગાંધીનગરને બપોરે 1.30 કલાકે અને દિલ્હીને છેક સાંજે 6 વાગ્યે જાણ થઇ હતી

આજના આધુનિક સમયમાં મોબાઈલ, ઈન્ટરનેટના માધ્યમથી પળવારમાં જ કોઈપણ જાણકારી દેશ-દુનિયા સુધી પહોંચવી શક્ય છે, પરંતુ 25 વર્ષ પહેલાં 26 જાન્યુઆરી 2001ની ગોઝારી સવારે કચ્છમાં આવેલ ભૂકંપ સમયે ચારેતરફ તબાહીના દૃશ્યો વચ્ચે સેંકડો લાચાર લોકો સુધી મદદ કેમ પહોંચાડવી?

ઠપ થઇ ગયેલા સંચાર માધ્યમ વગર ગાંધીનગર કે દિલ્હી સુધી ગંભીર સ્થિતિનો ચિતાર કેમ પહોંચાડવો તે સહિતની બાબતોની ચિંતા વચ્ચે પણ તત્કાલીન જિલ્લા કલેક્ટર, ડીડીઓ અને અછતની સ્થિતિમાં ખાસ ફરજ પર મુકાયેલ ત્રણ અધિકારીએ ટાંચા સાધનો વડે લોકોને મહત્તમ મદદ પહોંચાડી ખુલ્લા મેદાનમાં હોસ્પિટલ શરૂ કરાવી હતી.

ભૂકંપના 25 વર્ષ સુધી દેશ-દુનિયા માટે અજાણ રહેલી કેટલીક મહત્ત્વની વાતો તત્કાલીન ખાસ ફરજ પરના અછત અધિકારી અને નિવૃત્ત આઈએએસ ડો.ધીમંત કુમારે દિવ્ય ભાસ્કર સમક્ષ વર્ણવી હતી.

કચ્છમાં 26 જાન્યુઆરી 2001ના રોજ આવેલ ભૂકંપની ગોઝારી ઘટનાને યાદ કરતા નિવૃત્ત IAS ડો.ધીમંત વ્યાસ જણાવે છે કે, વર્ષ 2001માં તેઓને કચ્છમાં અછતની સ્થિતિમાં ખાસ ફરજ પર મૂકવામાં આવ્યા હતા.

શિયાળાની વહેલી સવારે ભુજ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં 9 કલાકે મેદાનમાં પહોંચવાનું હોવાથી તેઓ અને તેમના પાડોશમાં રહેતા નાયબ કલેક્ટર ગઢવીનો પરિવાર એમ્બેસેડર કારમાં લાલન કોલેજ રોડ પર આવેલા સરકારી આવાસથી નીકળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *