સદગુરુનગર રૂડા-2 માં રહેતા અને વી.ડી. ડીસ્ટ્રીબ્યુશન પેઢીમાં નોકરી કરતા કેતનભાઈ મનસુખલાલ ગોહેલ (ઉ.વ.48)એ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં ચાર શખ્સોના નામ આપતાં જણાવ્યું હતું કે, ગત તા.24/03/2025 ના રોજ રાત્રીના 9.30 વાગ્યે હુ તથા મારા પત્ની ચેતનાબેન ગાંધીગ્રામ શેરી ન.3/અ ખાતે પિતાના ઘરે ગયા હતા.ત્યારે રાત્રીના દસ વાગ્યે પિતાના ઘર બહારથી બોલાચાલીનો અવાજ આવતા ઘરની બહાર નીકળી જોયેલ તો તેમના ભાઇ મંથનને શેરીના ખુણા પાસે શ્રી રામ ડેરી નજીક યશ ગવલી માર મારતો હતો અને તેના મિત્ર દીગ્વીજય વાળાને ધ્રુવીત પરમાર માર મારતો હતો. જેથી તેઓ તેમને છોડાવા માટે ગયેલ તો ધ્રુવીત પરમારે તેમના મોઢા પર મિર્ચી સ્પ્રે છાટી નાકના ભાગે મુક્કો મારેલ હતો જેના લીધે નાકમાથી લોહી નીકળવા લાગેલ હતું.
આ દરમિયાન ધ્રુવીતના માતા રેખાબેન તેના પિતા જનકભાઈ ત્યા આવી ગયેલ હતા.તે બંનેએ ફરિયાદીનું ટી-શર્ટ ફાડી નાખી માર મારેલ હતો. ભાઇ મંથને પોલીસને કોલ કરવાનુ કહેતા આરોપીઓ ત્યાથી ચાલ્યા ગયેલ હતા ત્યારે જતા-જતા ધ્રુવી તે ગાળો આપીને મારી શેરીમાંથી નીકળતા નહીં નહીતર તમારા ટાટીયા ભાંગી નાખીશું કહી ધમકી આપી હતી. બાદમાં 108 એમ્બયુલન્સ મારફત ફરિયાદી અને દિગ્વિજય વાળાને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. વધુમાં ફરિયાદીએ બનાવનું કારણ આપતાં જણાવ્યું હતું કે, ધ્રુવીત પરમારે 1 વર્ષ પહેલા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ભાઇ મંથન અને અને તેના મીત્ર દીગ્વીજય સામે ફરીયાદ કરેલ હતી. જેનો કોર્ટ કેસ ચાલુ હોય જે બાબતે ખાર રાખી હુમલો કર્યો હતો.