ગળામાં ગાળિયો નાખતા મગરે ફૂંફાડા માર્યા

વડોદરા શહેર જિલ્લામાં અવાર નવાર મગરો દેખાવાના બનાવો દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે. આજે(14 નવેમ્બર) વડોદરા પાસે આવેલા વરણામા ગામમાં 10 ફૂટનો મહાકાય મગર દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ મહાકાય મગર જોઈ લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. જો કે આ અંગેની જાણ વનવિભાગને કરતા તાત્કાલિક ટીમ દોડી આવી હતી અને ભારે જહેમત બાદ 10 ફૂટના મહાકાય મગરનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

ચોમાસાની સીઝન પૂરી થઈ ગઈ છે, છતાં પણ વડોદરા શહેર જિલ્લામાં વિશ્વામિત્રી નદી કે તેના પટ વિસ્તારમાં મગર માઇગ્રેટ કરી રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે. ત્યારે વડોદરા પાસે આવેલા વરણામા ગામમાં મહાકાય 10 ફૂટનો મગર આવી જતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. વન વિભાગની ટીમના નીતિન પટેલ, લાલુ નિઝામા, સંજય રાજપૂત અને સુભાષ સહિતની ટીમે તાત્કાલિક પહોંચી ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યૂ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *