ગરમી વહેલી વધી જતાં શિયાળુ પાકને નુકસાનીની ભીતિ

હવામાનમાં ઓચિંતો જ પલટો આવી ગયો છે અને સવારે અને મોડી સાંજ બાદ થોડી જ ઠંડી અનુભવાઇ રહી છે અને બપોર તો અત્યંત ગરમ રહેવા લાગી છે. અને બે દિવસથી 35 ડિગ્રી તાપમાન થતાં શિયાળુ પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે . જેમણે શિયાળુ પાક જેમકે ઘઉં, જીરું વગેરેનું મોડું વાવેતર કર્યું છે તેમને ઉપજમાં નુકસાની સહેવી પડે તેવી નોબત આવી રહી છે.

આટકોટ પંથકના ખેડૂતોએ જણાવ્યું હતું કે બે દિવસથી જે રીતે તાપ પડી રહ્યો છે તેનાથી પાક અને ઉપજમાં ઘટાડો થશે. ઘણા ખેડુએ મોડું વાવેતર કર્યું હોય ત્યારે હજી જીરા તેમજ ઘઉં નાના હોય તેમને હજી ઠંડીની જરૂરિયાત હોય ત્યારે જ વાતાવરણમાં ગરમી આવતાં ચિત્ર પલટાય તો નવાઇ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *