ગરમીમાં સારી અને પૂરતી ઊંઘ લેવા અપનાવો આ ટિપ્સ

સ્વાસ્થ્ય માટે સારી અને પૂરતી ઊંઘ ફાયદાકારક છે. સારી અને શાંત ઊંઘ આપણા સ્વાસ્થ્યને જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, જો કે ઉનાળાની ઋતુમાં ઓછી ઊંઘ એક સામાન્ય સમસ્યા બની જાય છે. ઉનાળામાં ઘણા લોકોની ઊંઘ ઘણી વખત પૂરી થતી નથી. ઉલ્લેખનીય છે કે ઓછી ઊંઘ અથવા પૂરતી ઊંઘ ન આવવાને કારણે ઘણી બીમારીઓ તમારા શરીરમાં ઘર કરી શકે છે. તો આવો જાણીએ કે, ઉનાળાની ઋતુમાં તમે કેવી રીતે સારી અને ગાઢ ઊંઘ મેળવી શકો છો.

સારી ઊંઘ માટે ઉપાય

સૂવાના 1 કલાક પહેલા ગરમ દૂધનું સેવન કરવું જોઈએ. દરરોજ ગરમ દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે.

સારી અને પૂરતી ઊંઘ માટે તેલની માલિશ શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. જો તેલથી માલિશ કરવામાં આવે તો આપણા હૃદયનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

લવન્ડર તેલ, ચંદનનું તેલ, સરસવનું તેલ, નારિયેળનું તેલ અને આમળાનું તેલ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેનો ઉપયોગ કરવાથી શરીરની નર્વસ સિસ્ટમને પણ રાહત મળે છે.
જો તમે અનિંદ્રાથી પરેશાન છો અથવા જો તમે રાત્રે સૂતી વખતે વારંવાર જાગી જાઓ છો, તો સૂતા પહેલા હુંફાળા પાણીથી સ્નાન કરવું એ પણ એક અસરકારક ઉપાય માનવામાં આવે છે.

જો તમે રાત્રે યોગ્ય રીતે સૂઈ શકતા નથી અથવા જો તમારી ઊંઘ પૂરી ન થઈ હોય, તો દિવસ દરમિયાન ચોક્કસપણે થોડી ઊંઘ લો. આમ કરવાથી તમારો મૂડ ફ્રેશ રહેશે અને તમે વધુ એનર્જી અનુભવી શકશો.

સૂવાના 2 કે 3 કલાક પહેલાં તમારું ડિનર કરી લો. જે લોકો જમ્યા પછી તરત જ સૂઈ જાય છે. તેમના પેટમાં રહેલા એસિડને કારણે, છાતીમાં બળતરા થાય છે, જેના કારણે તેઓ શાંતિથી સૂઈ શકતા નથી.

ના કરો દારુ અને ફોનનો ઉપયોગ
રાત્રે સૂતા પહેલા નિકોટિન, કેફીન અને આલ્કોહોલનું સેવન ટાળો. આ બધી વસ્તુઓ ઊંઘ દૂર કરવાનું કામ કરે છે. સૂતા પહેલા ફોનનો ઓછો ઉપયોગ કરો, જેના કારણે ઉંઘ ન આવવાની સમસ્યા થાય છે, તેની સાથે જ તેની આપણી આંખોની રોશની પર પણ ખરાબ અસર પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *