નોર્થ ઈન્ડિયામાં ગરમીના કારણે લોકોની હાલત ખરાબ થઈ રહી છે. રાજસ્થાનના બાડમેર-જૈસલમેર જિલ્લામાં ભયંકર ભીષણ ગરમી પડી રહી છે, જેથી આ વર્ષે ગરમીનો રેકોર્ડ તૂટી શકે છે. સૂરજના તાપને કારણે લોકોને સ્કિનથી લઈને આંખની બિમારી થઈ રહી છે. બાડમેરમાં આંધી અને ભારે તાપને કારણે આંખમાં થતી ગંભીર બિમારી ટેરેજિયમનું જોખમ સતત વધી રહ્યું છે.
ભીષણ ગરમીને કારણે આ બિમારી ફેલાઈ રહી છે
ગરમીના દિવસોમાં આંખો બળતરા, આંખો લાલ થવી, દુખાવો થવો તે એક સામાન્ય બાબત છે. સ્કિન ડ્રાઈ થવાની સાથે સાથે આંખો પણ સૂકાઈ રહી છે, જેના કારણે આંખમાં ઈન્ફેક્શન થવા લાગે છે. આ કારણોસર ડૉકટર જણાવે છે કે, આંખોની સફાની સાથે સાથે તેની દેખભાળ પણ જરૂરી છે. રાજસ્થાનના બાડમેર અને જૈસલમેરમાં ટેરેજિયમના અનેક કેસ સામે આવ્યા છે, જેને આંખનું નથુના પણ કહે છે. ડૉકટર્સ જણાવે છે કે, ભીષણ ગરમી પડવાને કારણે આ બિમારી ફેલાઈ રહી છે.
ઘરની બહાર નીકળતા પહેલા આંખોની સુરક્ષા સુનિશ્ચિત કરવી
બાડમેરમાં આંખોનો સિનિયર સ્પેશિયાલિસ્ટ ડૉ. શક્તિ રાજગુરુ અનુસાર ટેરેજિયમના લક્ષણો આ પ્રમાણે હોય છે. આંખો લાલ થઈ જવી, ઝાંખુ દેખાવું, બળતરા, આંખોમાં ખંજવાળ આવવી. સમયની સાથે ઈલાજ કરવામાં ના આવે તો ગંભીર પરિણામ આવી શકે છે. આંખોમાં સૂરજનો સીધો પ્રકાશ ના આવે તે પ્રકારે રહો. ગરમીમાં બહાર નીકળો તે સમયે આંખોની સુરક્ષા સુનિશ્ચિત કરીને બહાર નીકળવું.
આંખોમાં આ બિમારી થઈ રહી છે
ડૉ. શક્તિ રાજગુરુ અનુસાર જો તમને આંખોમાં કોઈપણ પ્રકારની સમસ્યા થઈ રહી છે, તો તે ટેરિજિયમ બિમારીના શરૂઆતના લક્ષણ હોઈ શકે છે. આ કારણોસર આ બિમારીનો શરૂઆતથી જ ઈલાજ કરવો જોઈએ. સૂર્યના તેજ પ્રકાશથી બચવા માટે ચશ્મા પહેરીને જ બહાર નીકળવું. હંમેશા કેપ અથવા સ્કાર્ફનો ઉપયોગ કરો. કાર ચલાવતા સમયે કાચ બંધ રાખો. ધૂળ અને માટીથી આંખોનું રક્ષણ કરો. આંખોની કોઈપણ સમસ્યાને નજરઅંદાજ ના કરવી અને તાત્કાલિક ડૉકટરનો સંપર્ક કરવો.