ઉપલેટાનું ગઢાળા ગામ મોજ ડેમની સાઈડ નીચે આવેલું છે અભયારણ્ય હોવાથી ત્યાં વન્ય જીવો ચડી આવતા હોય છે આવી જ ઘટનામાં આજે બપોરના નીલગાય આંટાફેરા કરતી હોવાના સમાચાર અમુક શિકારી તત્વોને ધ્યાને આવતા ગામના સીમ વિસ્તારમાં ધસી જઈ નીલગાય પર એરગન થી ફાયરિંગ કરી તેમને ઈજા પહોંચાડ્યાના સમાચાર ગામ લોકોને થતા તેઓ ઘટના સ્થળે જઈ અને ફોરેસ્ટ અધિકારીઓને જાણ કરે હતી આ અંગે આવા શિકારી તત્વો ગમે ત્યારે સીમ વિસ્તારમાં ફાયરિંગ કરતા હોય જાણીએ અજાણિયે ગંભીર ઘટના બને તે પહેલા ફોરેસ્ટ ખાતાએ આવા ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા ગઢડાના પૂર્વ સરપંચ નારણભાઈ આહિરે માંગણી કરેલ છે.