જસદણ તાલુકાના ગઢડીયા(જસ) ગામ, તેના પ્રાચીન મેલડી માતાજીના મંદિર, વિકસતા ઉદ્યોગો અને સ્થાનિક માળખાકીય સુવિધાઓની જરૂરિયાતોને કારણે ધ્યાનનું કેન્દ્ર બન્યું છે. જસદણ શહેર અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ભક્તો અહીં મેલડી માતાજીના દર્શનાર્થે આવે છે, જે આ ગામની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનો એક અભિન્ન અંગ છે.
ગામના જાગૃત આગેવાન સંતોષભાઈ પરમારના જણાવ્યા મુજબ, 3500 થી વધુ વસ્તી ધરાવતું ગઢડીયા(જસ) ગામ જસદણ તાલુકાનું એક અગત્યનું ગામ છે. આ ગામ ખાસ કરીને તેના ફર્નિચર અને લોખંડના રમકડાં બનાવવાના ઉદ્યોગ માટે પ્રખ્યાત છે, જેની ખ્યાતિ દેશ અને વિદેશ સુધી પહોંચી છે.
આ ઉદ્યોગ 400 થી વધુ સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડી રહ્યો છે, જે ગામની આર્થિક કરોડરજ્જુ સમાન છે. સાક્ષરતા વસ્તી મુખ્ય મથકની અંતર માર્ગ મેલડી માતાજીનું મંદિર જોકે, ગામમાં શિક્ષણ અને માળખાકીય સુવિધાઓ અંગે કેટલીક અગત્યની જરૂરિયાતો છે.
હાલમાં, ગામના બાળકોને ધોરણ 8 સુધીનું જ પ્રાથમિક શિક્ષણ મળે છે અને માધ્યમિક શિક્ષણ મેળવવા માટે તેમને જસદણ જવું પડે છે. આ ઉપરાંત, ગામમાં મોટાભાગના રોડ-રસ્તાની સુવિધા હોવા છતાં, અમુક વિસ્તારોમાં હજુ પણ રોડ-રસ્તાની સુવિધાનો અભાવ છે, જે પાકા રસ્તા મળે તો લોકોને સાચા અર્થમાં રામરાજનો અનુભવ થાય.