ગંભીર રીતે ઘવાયેલા બંને મિત્રોને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા

બાદમાં કારખાનેદારનો મિત્ર તેમને તેડવા આવતા આરોપીએ કહેલ કે, થોડીવાર ઉભા રહો હું છરી લઈને આવુ છું તેમ કહીને ત્યાંથી નાસી છુટયો હતો. આ દરમ્યાન ફરિયાદી તેમના અન્ય મિત્રો સાથે ત્યાં ઉભા હતા ત્યારે આરોપી રવિ ચાવડીયા બાઈકમાં ડબલ સવારીમાં ધસી આવી અને નેફામાંથી છરી કાઢી ફરિયાદીના મિત્ર જગદીશભાઈને પેટના ભાગે ઘા ઝીંકી દીધેલ હતો. મિત્રને છોડાવવા ગયેલ ચેતનભાઈને પણ આરોપીએ પડખાના ભાગે છરી ઝીંકી દીધી હતી. ત્યાં હાજર અન્ય મિત્રો વચ્ચે પડતા આરોપી બાઈકમાં નાસી છુટયો હતો. બાદમાં ગંભીર રીતે ઘવાયેલા બંને મિત્રોને તાત્કાલીક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગેની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *